Thursday, 20 June 2024

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

 Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો.

પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે. 

ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી.

પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

મિત પટેલ, જોયલ પટેલ અને નિયતિ હળપતિ ત્રણ વર્ષ માટે પ્રતિવર્ષે ૧૨ હજારની શિષ્યવૃત્તિના હકદાર બન્યા

Tuesday, 18 June 2024

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું.

નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું. 

વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને પરંપરાઓ, હસ્તકલાઓ વગરે બાબતોમાં આચાર્ય રાકેશભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  "ECO CLUBS FOR MISSION LIFE" અંતર્ગત શાળા કક્ષાએ સપ્તાહ ઉજવણી અંગેની સમજ આપવામાં આવી હતી. જેમાં પ્રતિ દિન એક વિષય/થીમ જેમ કે ૧. સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર, ૨. પોષણયુક્ત ખોરાકનો સ્વીકાર, ૩. ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ, ૪. ઉર્જા બચાવો અભિયાન, ૫. પાણી બચાવો અભિયાન, ૬. સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો. પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકાય તેની સમજણ આચાર્યશ્રી રાકેશભાઈ ધીવર દ્વારા આપવામાં આવી હતી. આ પ્રવૃતિમાં શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા.

*ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ...

Posted by Info Navsari GoG on Tuesday, June 18, 2024

Monday, 10 June 2024

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

    Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.          


તારીખ 6/6/2024 થી 7/6/2024  દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB સ્કૂલ ચીખલી ખાતે યોજાઈ હતી.

જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે. 

શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો.શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.


               બી.આર.સી કો.શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ  પાણી વિશે વાતો કરી. શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણી ને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની ચર્ચા કરી.  બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. બી.આર.સી કો.શ્રી સોનલબેન એ સેનેટરી વિશે વાતો કરી. કન્યાઓને  શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી. 



શૌચાલય વિશે વાતો કરી કેટલા બાળકોએ કેટલા એકમદીઠ  નળ હોવા જોઈએએક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તે વિષે યોગ્ય માર્ગદર્શન મળે રહે તેમજ સુચારુ આયોજન થાય તે મુજબની ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખવો  એના વિશેની  સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોએ એમુજબનું આયોજન થાય એ વિષે  માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ જૂથ બનાવી કલસ્ટરની  કોઈ એક શાળા ડ્રોઈંગ કરી શાળા સુવિધા દર્શાવી તેને જૂથચર્ચા કરવામાં આવ્યુ.

                  બી.આર.સી કો.શ્રી હેમંતભાઈએ હરિયાળી જગ્યાઓ અને જમીનનો યોગ્ય ઉપયોગ વિશે વાતો કરી જેમાં વિદ્યાર્થીઓજી જૈંવ વિવિધતાફળદ્રુપતાવર્મી કમ્પોઝ વિશે  માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહેઆંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોનું સમજ સારી રીતે આપવામાં આવ્યું. 

માનનીય ડીપીઓ સાહેબશ્રીએ સક્ષમશાળા બાબતે આપવામાં આવેલી તાલીમનું પૃથુકરણ કરી દરેક તાલીમાર્થીઓને સક્ષમશાળા વિશે શું જાણ્યું એના વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા ફાયર સેફટી અંતર્ગત રાખવાની ટકેદારી વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી. સક્ષમશાળા અંતર્ગત દરેક શાળા રોલ મોડલ બને ,શાળામાં સ્વચ્છતા તેમજ કોઈ ગંભીર ઘટના ન બને એના માટે સી.આર.સી કો. તેમજ આચાર્યશ્રી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

    


                              બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું.જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમશ્રી દ્રારા આગલા દિવસનું  પુનરાવર્તન કરાવવામાં આવ્યું બી.આર.સી કો.શ્રી વિજયભાઈ દ્વારા બાળસુરક્ષા અને જાતિ સતામણી વિષે સુંદર મજાના ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મકશારીરિકમાનસિક અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. 

આદર્શશાળા માટે ફરિયાદ પેટી ફરજીયાત હોવી જોઈએ જેના વિશે સુંદર માર્ગદર્શન આપ્યું. બી.આર.સી કોઓર્ડીનેટર સોનલબેન દ્વારા બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ આજ દિવસે સક્ષમશાળામાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા, હરિતા, સલામત ,અને સમાવિષ્ટ વિશે સમજ આપી. ત્યારબાદ તાલીમાર્થીઓને ફિલ્ડ વર્ક માટે ચીખલી કન્યા શાળામાં લઈ જવામાં આવ્યા. 


જ્યાં બીલીમોરા ફાયર સેફ્ટીના એકેડેમી ના જાણકાર તજજ્ઞો દ્વારા ફાયર સેફ્ટી નો ડેમો બતાવવામાં આવ્યો.ફાયર સેફટી ના બોટલ નું નોઝલ ફરજિયાત હોવા વિશે વાત કરવામાં આવી. તેમજ ફાયર સેફ્ટી મોકડ્રીલ  કરાવવામાં આવ્યું. આગના ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. એ બી સી ડી પ્રકારના આગ વિશે કઈ રીતે કાળજી લેવી અને કઈ રીતે એને ઓલવવા માટેના શું જરૂરી હોઈ તેની સમજ આપવામાં આવી. 

ત્યારબાદ કન્યાશાળામાં   સક્ષમશાળા અંતર્ગત દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું. જેમાં પાણીઉર્જા, હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા. જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું,  ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરવામાં આવી. જેમાં સક્ષમ શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું.તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું. 


તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા, નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાને મુદ્દા સક્ષમ શાળા અંતર્ગત અમને ખૂબ જ સચોટ રીતે  સમજાવ્યા. જે અમે અમારા ક્લસ્ટરમાં આપવામાં આવનાર તાલીમને ખૂબ જ સારી રીતે આપી શકીએ એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી.  જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમ દ્વારા પ્રમાણપત્ર આપી રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા. અંતે તાલીમ સફળ જણાઈ.




Saturday, 8 June 2024

Latest educational news : Vyara news, songadh news, uchchhal news, Nizar news, dolvan news, kukarmunda news, valod news by news paper updates

 Latest educational news : Vyara  news, songadh news, uchchhal news, Nizar news, dolvan news, kukarmunda news, valod news by news paper updates



Tuesday, 4 June 2024

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

   ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.


વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે. 

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

નવસારી, ગણદેવી તાલુકાની અંબિકા નદી કિનારે વસેલું ગામ : સોનવાડી ગામ

  નવસારી, ગણદેવી તાલુકાની અંબિકા નદી કિનારે વસેલું ગામ : સોનવાડી ગામ


પોસ્ટ ક્રેડિટ: ગુજરાત મિત્ર

Saturday, 1 June 2024

Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

 Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો


 
ગુજરાત ગાર્ડિયન