Saturday 8 June 2024

Tuesday 4 June 2024

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

   ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.


વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે. 

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

નવસારી, ગણદેવી તાલુકાની અંબિકા નદી કિનારે વસેલું ગામ : સોનવાડી ગામ

  નવસારી, ગણદેવી તાલુકાની અંબિકા નદી કિનારે વસેલું ગામ : સોનવાડી ગામ


પોસ્ટ ક્રેડિટ: ગુજરાત મિત્ર

Saturday 1 June 2024

Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

 Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો


 
ગુજરાત ગાર્ડિયન 

Wednesday 22 May 2024

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

    Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન 

રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.” 

ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે. 

સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે."

ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ફાઈનલ રાઉન્ડમાં છઠો ક્રમ હાંસલ કર્યો હતો. ભાગ લઈને 

નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વિશ્વફલક પર વધાર્યુ છે. ફલક આદિવાસી સમાજનું ગૌરવ છે, જેને ફાઈનલ રાઉન્ડમાં છો ક્રમ હાંસલ કર્યો હતો. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ ફલકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજે ફલક રમતક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરીને જિલ્લાના રમતવીરો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે. ફલક ઇન્ડિવિડ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્રાસ્ટિક અંડર ૧૪ એજ ગૃપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. 

વર્ષ ૨૦૨૩માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે પસંદગી પામી હતી. કેરેલાના કોઝીકુડુ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્રાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફલક બાળપણથી જ રમતમાં રૂચિ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાએ ફલકની રમત પ્રત્યેની રૂચીને મહેસુસ કરીને રમતક્ષેત્રે પોતાની

દીકરીનું ભાવિ કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું હતું. ફલકની માતા જીમાસ્ટિક કોચ છે અને પોતાની દીકરીની કોચ તરીકે ચીનમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં સહભાગી થયા હતા. ફલકની માતાએ જીહ્માસ્ટિકમાં ડિપ્લોમાની ડિગ્રી હાંસલ

કરી છે. વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૫ દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેઓને જીમાસ્ટિકમાં જુનિયર જયદીપ સિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયું હતું.

 ગુજરાત જીમનાસ્ટિક એસોશિયેશન, સુરત અને જીમાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા, દિલ્હીના પ્રોત્સાહનથી ફલકે એક નવી સિધ્ધી હાંસલ કરી છે. ફલક હવે નર્મદા જિલ્લાના રમતક્ષેત્રનો નવો ચહેરો બની રહી છે જે યુવાનોને પ્રેરિત કરશે.

નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ કોચીસના પ્રયાસોના પરિણામે ફલકની સાથે જિલ્લાના રમતવીરો રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામીને પોતાના પ્રતિભાનો પરિચય આપી રહ્યાં છે. 

ગોલ્ડન ગર્લ ફલકે ચીનમા યોજાયેલી છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લઇ છઠ્ઠો ક્રમ હાંસલ કર્યોઃ માતા મિકેતા વસાવાએ ફલકને તાલીમ આપી

પોસ્ટ ક્રેડિટ : ગુજરાત ગાર્ડિયન

Monday 20 May 2024

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

 Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું.

જે પૈકી ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો. 

રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ, છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તરફથી વિદ્યાર્થિનીઓને પાઠવવામાં આવ્યા હતા. અભિનંદન,

નવસારી જિલ્લાનું ગૌરવ : જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' થી સન્માનિત કરાયા

                  નવસારી જિલ્લાનું ગૌરવ - નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ...